જિયા ખાનની આત્મહત્યાના કેસની સુનાવણી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મોડેલથી અભિનેત્રી બનેલી જિયા ખાનની આત્મહત્યાના કેસની સુનાવણી શરૂ થઇ ગઈ છે. જણાવી દઈએ કે આ કિસ્સામાં તેનો પ્રેમી અભિનેતા સુરજ પંચોલી આ કેસમાં આરોપી છે. બૉલીવુડની અભિનેત્રી જિયા ખાન જેને હાઉસફુલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેની 20 મી ફેબ્રુઆરીના રોજ બર્થડે છે. જેણે ફક્ત 25 વર્ષમાં દુનિયા છોડી દીધી હતી. તેની માતાએ કોર્ટમાં જિયાના ખાસ મિત્ર સુરજ પંચોલી સામે કેસ નોંધાવતા આક્ષેપ કર્યો હતો કે જિયા સૂરજ સાથે છેલ્લા બે દિવસથી રહેતી હતી અને તે જ દિવસે ઘરે આવી હતી જેના પછી તેણે આ પગલું લીધું. આ પછી કેસ સીબીઆઈ પાસે પહોંચ્યો અને સીબીઆઇએ કેટલાક સાક્ષીઓને પૂછપરછ કરી. આ કેસમાં આરોપી સુરજ પંચોલીની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી.જો કે, આ કેસમાં બચાવ પક્ષના વકીલ પ્રશાંત પાટિલે દાવો કર્યો છે કે પંચનામ સ્વતંત્ર રીતે કરવામાં આવ્યું નથી.