સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને આડેહાથ લીધા: કહ્યું- રાજનીતિમાં રાહુલ હજુ બાળક છે, પરિપક્વ નેતા નથી

મુખ્ય સમાચાર રાજકીય

જમ્મુ-કાશ્મીનાં રાજ્યપાલે આજે કાશ્મીરનાં યુવાનો માટે મોટી જાહેરીત કરી છે. કાશ્મીરી યુવાનોને ભેટ આપતા રાજ્યપાલે જણાંવ્યું કે, તેઓ આજે રાજ્યનાં યુવાનો માટે 50 હજાર નોકરીની જાહેરીત કરી રહ્યો છું. રાજ્યપાલે કાશ્મીરનાં યુવાનોને અપીલ કરી હતી, કે તેઓ આ નોકરીમાં પુરી મહેનત સાથે લાગી જાય. રાજ્યપાલ મલિકે જણાંવ્યું કે આગામી 2-3 મહિનામાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. તેમજ તમામ પદો પર નિમણૂંક આપી દેવામાં આવશે.

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધીની રાજકારણમાં બાળક સમાન છે તેમ જણાવ્યું. રાજ્યપાલે કહ્યું કે રાહુલ પરિપકવ નેતાની જેમ વ્યવહાર નથી કરી રહ્યાં. મલિકે વધુમાં કહ્યું કે જ્યારે તેમના નેતા સંસદમાં કાશ્મીરના મુદ્દાને ઈન્ટરનેશનલ ગણાવી રહ્યાં હતા ત્યારે રાહુલે જવાબદાર નેતાની જેમ તેને રોકવાની જરૂર હતી.

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાંવ્યું કે છેલ્લા 24 દિવસમાં કાશ્મીરમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આ અમારી ઉપલબ્ધિ છે. શ્રીનગરમાં એક પ્રેસ વાર્તામાં જણાંવ્યું કે, અમારો મુખ્ય ઉદ્દેશ કાશ્મીરની કાયદો અને વ્યવસ્થા છે, અને તેમાં અમે સફળ રહ્યા છીએ. ગવર્નરે કહ્યું કે, દરેક કાશ્મીરીની જાન અમારા માટે કિંમતી છે. અમે કોઇને પણ ઠાર મારવા માગતા નથી. કોઇ પણ નાગરિકે જાન ગુમાવ્યા નથી.

આ સાથે જ જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલે જણાંવ્યું કે, કેન્દ્રની મોદી સરકાર ટુંક સમયમાં જ જમ્મુ-કાશ્મીર મામલે મોટી જાહેરાત કરશે. મલિકે જણાંવ્યું કે, ચૂંટણીમાં જનતા તેવા લોકોને જૂતા મારશે જેઓ કલમ 370ની તરફેણ કરી રહ્યા છે.