ઓડિશામાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ, લાખો શ્રદ્ધાળુઓએ લીધો લાહવો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઓડિશાની તીર્થ નગરી પુરીમાં રથયાત્રા મહોત્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી. ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામે થયા હતા. રાત્રે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ ગુંડિચા દેવીના મંદિરે પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથના માસીનું ઘર ગુંડિચા દેવીનું મંદિર છે. હવે અહીં તેઓ એક સપ્તાહ માટે રોકાણ કરશે. આ દરમિયાન રથયાત્રામાં સામેલ થવા સમગ્ર દેશમાંથી અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુ પહોંચ્યા હતા. રથયાત્રાની સુરક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી તેમજ સીસીટીવી કેમેરા અને ડ્રોનથી તમામ ગતિવિધીઓ પર નજર રાખવામાં આવી હતી.