બલ્ગારિયા, 12 જાન્યુઆરી 2019, શનિવાર
કપડા, વાસણ, શાકભાજી, કરિયાણું વગેરે વસ્તુઓની બજાર તો તમે અનેક જોઈ હશે. પરંતુ તમે ક્યારેય એવી બજાર વિશે જાણ્યું છે કે જ્યાં વસ્તુઓ નહીં લગ્ન માટે ‘દુલ્હન’નું વેચાણ થતું હોય ? જી હાં તારક મહેતાના પોપટલાલ જેવા લોકો માટે આ બજાર સ્વર્ગ સમાન સ્થળ છે. આ વાત જાણીને આશ્ચર્ય તો થશે પરંતુ હકીકત છે કે દુલ્હનનું વેચાણ કરતી એક માર્કેટ પણ આ દેશમાં ભરાય છે. ખાસ વાત એ છે કે અહીં મોટી ઉંમરના લોકો માટે પણ દુલ્હન ખરીદી શકાય છે.
આ ખાસ બજાર બલ્ગારિયામાં ભરાય છે. સ્ટારા જાગોર નામની જગ્યાએ આ માર્કેટ ભરાય છે જ્યાં દરેક ઉંમરની દુલ્હન મળે છે. અહીં લોકો આવે છે અને હજારો દુલ્હનમાંથી પોતાની મનપસંદ દુલ્હન ખરીદે છે. આ જગ્યાએ દર ત્રણ વર્ષે એકવાર દુલ્હન માટે બજાર ભરાય છે. જે લોકોને લગ્ન માટે દુલ્હનની તલાશ હોય છે તે દર ત્રણ વર્ષે અહીં આવે છે અને દુલ્હન પસંદ કરી અને લગ્ન કરી શકે છે.
દુલ્હન માટે અહીં બજાર ભરવાનું કારણ છે કે લોકોની આર્થિક સ્થિતી ખરાબ છે. તેઓ એટલા સક્ષમ હોતા નથી કે તે પોતાની દીકરીના લગ્ન કરાવી શકે. એટલા માટે તેઓ અહીં પોતાની દીકરીને લઈ આવે છે જ્યાં લગ્ન ઈચ્છુક વ્યક્તિ તેને પસંદ કરી તેની સાથે લગ્ન કરી લે છે. આ મેળામાં યુવતીઓ દુલ્હનની જેમ તૈયાર થઈને જ આવે છે.