જો તમે માનસિક પરેશાનીથી ઝઝૂમી રહ્યા છો? તો આ નંબર ફોન કરી મેળવો મદદ

આરોગ્ય મુખ્ય સમાચાર

કોરોના વાયરસ (Corona virus)ના કારણે લોકડાઉન (Lockdown)ની સમયસીમા વધારી દેવામાં આવી છે. લોકડાઉનના કારણે લોકોને અનેક પ્રકારની માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા એક ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. સરકારે લોકડાઉન દરમિયાન મનોવૈજ્ઞાનિક સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન નંબર 08046110007 શરૂ કર્યો છે. આ ફોન નંબર પર લોકો ફોન કરી વાતચીક કરી શકે છે. અને પોતાની સમસ્યાઓ માટે નિદાન અંગે જાણકારી મેળવી શકે છે.

સ્વાસ્થાય મંત્રાલય મુજબ રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થય અને સ્નાયુ વિજ્ઞાન સંસ્થાન (નિમહાંસ) બેંગલુરુએ આ નંબર શરૂ કર્યો છે. સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના કહેવા મુજબ હાલના વર્તમાન સમયમાં આપણે બધાને બંધનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં તમામ લોકોને વ્યવહારગત મુદ્દાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આવી સ્થિતિમાં જો કોઇ વ્યવહારથી જોડાયેલી સમસ્યા છે કે સમજ કે જાણકારીનો મામલો સામે આવે છે તો લોકોએ આ નંબર પર ફોન કરવો જોઇએ. સ્વાસ્થય મંત્રાલય મુજબ બેંગલુરુમાં રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થય સંસ્થાનની સાથે અન્ય તમામ સંસ્થાનોએ મળીને આ હેલ્પ લાઇન નંબર દ્વારા લોકોને સલાહ આપવાનો પ્રયાસ કર્યો છે.

તેલંગાના સરકારે પણ લોકડાઉન દરમિયાન માનસિક સ્વાસ્થય અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓના સમાધાન માટે એક હેલ્પલાઇન નંબરની શરૂઆત કરી છે. સૂચના પ્રૌદ્યોગિકી અને ઉદ્યોગ મંત્રી કે ટી રામારાવે કહ્યું કે તેલંગાના સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ આયુક્તે લોકડાઉન દરમિયાન માનસિક સ્વાસ્થય અને મનોવૈજ્ઞાનિક મુદ્દાઓના સમાધાન માટે હેલ્પલાઇન નંબર 108ની શરૂઆત કરી છે.

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) વિશ્વની સરકારને કોરોના વાયરસ સંક્રમણની આ અવધિના સમયમાં લોકોના માનસિક સ્વાસ્થયથી જોડાયેલી મુશ્કેલીઓનું સમાધાન કરવા ઓનલાઇન પરામર્શ સહાયતા સેવા આપવાનું સૂચન કર્યું છે. વિશ્વ સ્વાસ્થય સંગઠનના સૂચન પછી સરકાર દ્વારા આ નંબર જાહેર કરવામાં આવ્યો છે. તમને પણ જો કોઇ માનસિક સમસ્યા હોય તો 08046110007 આ નંબર ફોન કરીને તમારી સમસ્યાઓ જણાવી શકો છો. સાથે જ આ સ્ટોરીને શેર કરજો જેથી તે યોગ્ય જરૂરિયાતમંદ સુધી પહોંચી શકે.