IIT કાનપુરના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું ખાસ ડ્રોન ‘પ્રહરી’ દુશ્મન ડ્રોનને પકડવાની અદભૂત ક્ષમતા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

IIT-કાનપુરના વિદ્યાર્થીઓએ ‘પ્રહરી’ નામક ડ્રોન તૈયાર કર્યું છે. આ ડ્રોનની ખાસિયત એ છે કે તે ચાર-પાંચ કિગ્રા વજન સાથે લઇને ઉડી શકે છે અને સંવેદનશીલ વિસ્તારમાં સતત ત્રણ કલાક સુધી ઉડાન ભરી શકે છે. આ ડ્રોનમાં માનવરહિત હેલિકોપ્ટરની સુવિધા છે જે અન્ય ડ્રોનનો પીછો કરી તેમને પકડવાની ક્ષમતા રાખે છે.

આ અદભૂત ડ્રોનને પ્રોફેસર અભિષેક અને એરોસ્પેસ એન્જીનીયરિંગ વિભાગના પ્રોફેસર મંગલ કોઠારી અને તેમના વિદ્યાર્થીગણ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ ડ્રોનમાં એડવાન્સ ઓટોપાયલોટ સિસ્ટમ છે. આ ડ્રોનને સરહદ પર નજર રાખવાના ખાસ હેતુસર તૈયાર કરવામાં આવ્યું છે. 

પ્રોફેસર અભિષેક મુજબ આ ડ્રોનનો ઉપયોગ દુશ્મનો પર નજર રાખવાથી માંડીને, ભીડને નિયત્રંણ કરવા, ઇમરજન્સીમાં જે-તે જરુરિયાત મુજબ ચીજોનો પૂરવઠો પૂરો પાડવા, ખેતી ક્ષેત્રે, બંધકોની સ્થિતિ મેળવવા, રાસાયણિક અને પરમાણુ એજન્ટની ભાળ મેળવવામાં કરી શકાય છે. આ ડ્રોન દુશ્મન ડ્રોનથી આગળ નીકળી તેને પોતાની જાળથી પકડી શકે છે.