ભારતે હોકી વર્લ્ડ કપના આયોજનનો દાવો નોંધાવ્યો

ખેલ-જગત

ભારત સહિત છ રાષ્ટ્રએ આવતા હોકી વર્લ્ડ કપનું આયોજન કરવા માટે પોતાનો દાવો સુપરત કર્યો હોવાનું ઈન્ટરનેશનલ હોકી ફેડરેશનએ જણાવ્યું હતું. ભારતે 2023માં પુરુષો અથવા મહિલાઓ માટેના વર્લ્ડ કપનું 13-29 જાન્યુઆરી વચ્ચે પોતાના આંગણે યોજવાનું તેના દાવામાં સૂચવ્યું છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડે પણ આ સમય દરમિયાન આયોજન કરવાનો પોતાનો દાવો સુપરત કર્યો છે. ભારતે પુરુષોના વર્લ્ડ કપનું ત્રણ વેળા આયોજન કયુર્ં હતું જેમાંની છેલ્લી સ્પર્ધા ગયા વર્ષે ભુવનેશ્ર્વરમાં યોજાઈ હતી. સ્પેન, મલયેશિયા અને જર્મનીએ પણ 2022માં 1-17 જુલાઈ વચ્ચે વર્લ્ડ કપનું આયોજન કરવાનો પોતાનો દાવો નોંધાવ્યો હતો. એફ. આઈ. એચનું એક્ઝિક્યુટિવ બૉર્ડ હવે બધા પાસાં તપાસી આ બાબતમાં આખરી નિર્ણય આ વર્ષે જૂનમાં કરશે, એમ તેના સી. ઈ. ઓ. થિયેરી વીલે કહ્યું હતું. file pic