અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસ સોમવારે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો અને બજાર ધડામ કરતા નીચે સરકી ગયું. ચીન બાદ હવે દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસ ફેલાવવાની ખબરના કારણે દુનિયાભરના બજારોમાં આવેલ ઘટાડાની અસર સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળી છે. BSEનો 30 શેરોવાળો પ્રમુખ બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 425 અંક ઘટી 40,720ના સ્તર પર આવી ગયો છે. ત્યાં જ NSEનો 50 શેરવાળો પ્રમુખ બેંચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 130 અંકથી વધુ ઘટી ગયો છે. નિફ્ટી 12000ની નીતે સરકી ગયો છે. આ ઘટાડામાં રોકાણકારોના થોડાક જ કલાકોમાં 1.72 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા છે. એક્સપર્ટસનું માનવું છે કે, ચીનના કોરોના વાયરસના કારણે બિઝનેસ એક્ટિવિટી ખુબ જ ધીમી પડી ગઇ છે. માટે આર્થશાસ્ત્રીયોએ ગ્લોબલ ગ્રોથનું અનુમાન ઘટાડી દીધુ છે.
શેર બજારમાં કેમ આવ્યો ઘટાડો
સૂત્રો અનુસાર શેર બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ કોરોના વાયરસ છે. ચીન બાદ હવે એશિયાની મોટી અર્થવ્યવસ્થા દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસ ફેલાવવાની ખબરો સામે આવી રહી છે. આવામાં બિઝનેસ એક્ટિવિટી ઓછી થવાની ચિંતાએ બજાર પર દબાણ બનાવ્યું છે.
ટ્રમ્પના ભારત પ્રવાસથી શુ આશા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસમાં કોઇ મોટી ડીલ થવાની કોઇ આશા નથી. માટે શેર બજાર પહેલાથી જ આ વસ્તુનું ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે.
ટ્રમ્પની યાત્રા દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે સી હોક હેલિકોપ્ટર્સની 2.6 બિલિયન ડૉલરની ડીલ થઇ શકે છે. આ સિવાય ભારત અમેરિકાથી ડેટા સ્પીડ દુનિયામાં નવી ક્રાંતિ 5Gને લઇ વીતચીત કરશે. ટ્રમ્પની યાત્રાના બીજા દિવસે એટલે કે મંગળવારે બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષિય બેઠક યોજાવાની છે. જેમા આ વિષય પર ચર્ચા થઇ શકે છે.

