કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ શરૂ જ છે. કુમારસ્વામી વિધાનસભામાં બહૂમતિ સાબિત કરવા માટે મંજુરી માંગી ચૂક્યા છે. તે બાદ કોંગ્રેસના સિનિયર નેતા બાગી ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હવે રાજીનામું આપનારા વધું પાંચ ધારાસભ્યો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. જ્યારે યેદિયુરપ્પાએ પણ કહ્યું છે કે, તેઓ અવિશ્વાસના પ્રસ્તાવ માટે તૈયા છે અને સોમવાર સુધી તેઓ રાહ જોશે.
કોંગ્રેસના સિનિયર નેતા અને બાગી ધારાસભ્ય આનંદ સિંહ અને રોશન બેગ સહિત પાંચ ધારાસભ્યોના સ્પીકરે રાજીનામાં નહી સ્વિકારવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. જ્યારે યેદિયુરપ્પાનું કહેવું છે કે, પાર્ટીને અવિશ્વાસના પ્રસ્તાવથી કોઇ વાંધો નથી. તેઓ સોમવાર સુધી રાહ જોશે અને સોમવારે અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરશે. નોંધનીય છે કે, ભાજપે પણ પોતાના ધારાસભ્યોને હોટલ અને રિસોર્ટમાં રાખ્યા છે.

