નોબેલ વિજેતા અર્થશાશ્ત્રીની મોદી સરકાર આ સલાહ માની લે તો મંદી દૂર દૂર સુધી નહીં દેખાય

મુખ્ય સમાચાર રાજકીય

ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીને આ વર્ષે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. નોબેલ પુરસ્કાર મળ્યાં તેને થોડી વાર પહેલાં જ અભિજીતે મોદી સરકારને સલાહ આપી હતી. ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ 9 ઓક્ટોબરે અમેરિકાના બ્રાઉન યુનિવર્સિટીમાં એક સેમિનાર દરમિયાન ભારતની આર્થિક મંદી માટે પુનઃ કેન્દ્રીયકરણને જવાબદાર ગણાવ્યું હતું.

અભિજીત બેનર્જીએ મોદી સરકારને સલાહ આપતાં કહ્યું હતું કે મનરેગા મજૂરી વધારવી, સરકારી સંસ્થાનોને મજબૂતી, વડાપ્રધાન કાર્યાલયનું હસ્તક્ષેપ બંધ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. સાથે જ તેઓએ રાજનીતિથી પ્રેરિત નિર્ણયોને પરત લેવાની પણ સલાહ આપી હતી. તો કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારની પ્રશંસા કરતા અભિજીત બેનર્જીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ અને સુચનાના અધિકાર અધિનિયમને મહત્વના નિર્ણયો ગણાવ્યા હતા.