2 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવાશે. આ પર્વ 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દિવસોમાં ગણેશજીની પૂજા અને આરાધના કરવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે. જીવનમાં કોઈ કષ્ટ હોય કે આર્થિક તંગી સહન કરતા હોય. આ સરળ ઉપાયો કરવાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.
1. ગણેશજીને સિંદૂર પ્રિય છે. તેથી આ દિવસે તેમને સિંદૂર ચઢાવી અને નીચે આપેલા મંત્રનું ઉચ્ચાણ કરવું.
सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम्।
शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम्॥
ओम गं गणपतये नमः’
મંત્ર જાપ પૂર્ણ થયા બાદ જે સિંદૂર હાથમાં હોય તેનાથી માથા પર તિલક કરવું.
2. પૈસાની તંગી દૂર કરવી હોય તો ગણપતિજીને શમીના પાન ચડાવવા. આ ઉપરાંત આર્થિક સંકટ દૂર કરવા ભગવાનને દૂર્વા, તલના લાડૂ, ગાયના શુદ્ધ ઘી અને ગોળનો ભોગ ધરવો. દૂર્વા ગણેશજીના ચરણોમાં નહીં તેમના માથા પર ચડાવવી.
3. સુખની કામના સાથે ગણપતિજીને ચોખા ચડાવવા જોઈએ. ચોખા ચડાવતી વખતે दं अक्षतम् ऊं गं गणपतये नमः મંત્રનો જાપ કરવો.
4. ગણેશ મંદિરમાં શુદ્ધ દેશી ઘીનો દીવો કરવો. ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો. આ પાઠ કરી મોદકનો ભોગ ધરાવવો તેનાથી જીવનની તમામ સમસ્યા દૂર થઈ જશે.