પાકિસ્તાનમાં દવાઓ ખૂંટી પડતા ઈમરાન ખાને ભારત પાસે મદદની ભીખ માગી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાને આર્ટિકલ 370 નાબૂદ થઇ તે બાદ ભારત સાથેનો વ્યાપાર વ્યવહાર તોડી નાખ્યો હતો. જોકે આ પગલાથી ખુદ પાકિસ્તાનને જ નુકસાન થઇ રહ્યું છે. અગાઉ મોંઘવારીએ માજા મુકી હતી ત્યારે હવે એવા અહેવાલો છે કે પાકિસ્તાનમાં દવાની અછત ઉભી થઇ ગઇ છે અને લોકો દવા માટે ફાફા મારી રહ્યા છે તેથી હવે પાકિસ્તાને આ દવાઓ ભારતથી મગાવવાનું નક્કી કર્યું છે.

પાકિસ્તાનમાં હાલ જે દવા ઇન્ડસ્ટ્રી છે તે કફોડી સિૃથતિમાં છે. પાકિસ્તાને જ્યારે ભારત સાથે વ્યાપાર ખતમ કરી નાખ્યો ત્યારે ત્યાંની દવા કંપનીઓ ભારત પાસેથી દવા લેતી બંધ થઇ ગઇ હતી. ભારતમાં દવાનું ઉત્પાદન વધુ થાય છે અને તેની નિકાસ પણ અમેરિકા જેવા દેશોમાં થાય છે. આ સિૃથતિ વચ્ચે પાકિસ્તાનને પણ સૌથી સસ્તી દવા ભારતમાંથી જ મળતી રહી છે. જોકે પોતાની તંગડી ઉચી રાખવાના જોશમાં પાકિસ્તાન પોતાના જ પગ પર કુવાડા મારવા લાગ્યું છે અને હવે દવા જેવી જિવન જરૂરીયાતની વસ્તુઓ માટે પણ ફાફા પડવા લાગ્યા છે.

પાકિસ્તાનને હવે પોતાની ભૂલોનો અહેસાસ થયો છે અને લાચાર થઇને ભારત સમક્ષ દવાની ભિખ માગવા લાગ્યું છે. પાકિસ્તાને પોતાના દેશની દવા કંપનીઓને ભારતથી દવા મગાવવાની અનુમતી આપવી પડી છે. ઇમરાન ખાનની સરકારે વ્યાપાર સંબંધો પર બ્રેક લગાવી છે તેમાંથી દવા કંપનીઓને હવે બાકાત રાખવી પડી છે. કેમ કે પાકિસ્તાનમાં દવાની અછત ઉભી થવા દર્દીઓ તડપી રહ્યા છે અને તેની અસર પુરા દેશ પર થવા લાગી છે.

લોકોનો ગુસ્સો ઇમરાન ખાનની સરકાર પર વધી રહ્યો છે. આવી સિૃથતિમાં પાકિસ્તાન સરકારે ઝુકવુ પડયું છે અને દવા કંપનીઓને ભારત પાસેથી દવા ખરીદવાની મંજૂરી આપવી પડી છે. આ માટે પાકિસ્તાન સરકાર દ્વારા એક આદેશ પણ જારી કરવામાં આવ્યો હતો.

જુલાઇ 2019 સુધીમાં ભારતીય દવા કંપનીઓ પાસેથી પાકિસ્તાને એક અબજ 36 કરોડ રૂપિયાની દવા મગાવી હતી. પાંચ ઓગસ્ટે ભારતે જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબુદ કરી તે બાદ પાકિસ્તાને વ્યાપાર સંબંધો પર બ્રેક લગાવી હતી જે હવે તેને જ નડી રહી છે.