સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસીક સપાટીએ છે ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડાઇ રહ્યું છે. જેથી ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદીની જળ સપાટી ૩૧.૮૫ ફૂટ પર સ્થિર થઇ છે. જેથી ભરૂચ જિલ્લામાં કુલ ૬00 પરિવારના ૩૮૧૪ વ્યક્તિઓનું સ્થળાંતર કરાયુ છે.
તો જિલ્લા વહીવટીતંત્રએ સહયોગ આપવાની સાથે અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે..હાલમાં ઝાડેશ્વરથી શુકલતીર્થ રોડ પર નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. નર્મદા નદીની જળ સપાટી ૩૧ ફૂટને પાર થતા માર્ગો પર પાણી ફરી વળ્યા છે.
જેમાં શુકલતીર્થ, મંગલેશ્વર, અંગારેશ્વર, કડોદ, નિકોરા અને કબીરવડ જવાના માર્ગ પર પાણી છે. તો નદી કાંઠાના આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. તો પુરના પાણી વચ્ચેથી વાહનો લઇ લોકો પસાર થવા મજબૂર બન્યા છે. તો હાલમાં અંકલેશ્વર કિનારે પોલીસ બંદોબસ્ત મુકાયો છે. અને લોકોને કિનારે જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

