હવે ભારત પાસે પણ લાદેનને મારવા માટેના ઑપરેશનમાં વપરાયેલા ચિનુક હેલિકૉપ્ટર છે.

Uncategorized દેશ-વિદેશ મુખ્ય સમાચાર

2 મે, 2011ની રાતે પાકિસ્તાનના એબટાબાદમાં 11 વાગી ચૂક્યા હતા. બિન લાદેનનો આખો પરિવાર ઊંઘી ગયો હતો. એ જ વખતે અમેરિકન નૅવી સીલની ટીમ બે બ્લૅક હૉક હેલિકૉપ્ટરમાં ચઢવાની તૈયારી કરી રહી હતી. અડધા કલાક બાદ બન્ને હેલિકૉપ્ટર અફઘાનિસ્તાનના જલાલાબાદ સૈનિક ઍરપૉર્ટથી પૂર્વ પાકિસ્તાનની સરહદ તરફ ઊડી નીકળ્યા. એ ટીમને અમેરિકા માટે ‘મૉસ્ટ વૉન્ડેટ’ બિન લાદેનને મારવાની જવાબદારી સોંપાઈ હતી. જોકે, ‘ધ ન્યૂયૉર્કર’માં બિલ લાદેન પર ‘ગૅટિંગ બિન લાદેન’ નામનો આર્ટિકલ લખનારા નિકોલસ શિમિડલના જણાવ્યા અનુસાર ‘બ્લેક હૉક હેલિકૉપ્ટરના ટૅક ઑફની 45 મિનિટ બાદ, એ જ રનવે પરથી ચાર ચિનુક હેલકૉપ્ટર ઊડ્યાં હતાં.’ ‘જેમાંથી બે પાકિસ્તાનની સરહદ પાસે ઊતરી ગયાં, જ્યારે બાકીના બે સરહદ પાર કરી ગયા.’ ‘આ ચાર ચિનુક હેલિકૉપ્ટર મોકલવાનો નિર્ણય અંતિમ ક્ષણે લેવાયો હતો, કારણ કે ઓબામા ઇચ્છતા હતા કે જો ઘટનાઓ અમેરિકા અનુસાર ના ઘટી તો અમેરિકન સૈનિકો સુરક્ષિત પાકિસ્તાનમાંથી અફઘાનિસ્તાન પરત ફરી શકે.’ એ વખતના અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને આશ્વસ્ત કરવા માટે પાકિસ્તાન મોકલાયેલાં ચિનુક હેલિકૉપ્ટર હવે ભારતીય દળો પાસે પણ આવી ચૂક્યા છે.

18 ફૂટની ઊંચાઈ ધરાતવું ચિનુક હૅલિકૉપ્ટર 3,914 લિટર ઇંધણ સાથે 302 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે. 5 દાયકા કરતાં પણ વધુ સમયથી અમેરિકન સૈન્યનો સાથ નીભાવી રહેલા આ હૅલિકૉપ્ટરની સેવા 2060 સુધી અમેરિકન સૈન્યમાં સેવારત રહેશે. ભારતને મળી રહેલાં હૅલિકૉપ્ટર ચિનુક થકી એક સાથે 10 ટનનો સામાન કે 50 સૈનિકોનું પરિવહન કરી શકાશે. ભારતીય વાયુસેનાના પાઇલટ દ્વારા ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ને જણાવ્યા અનુસાર હિમાલયના પર્વતીય વિસ્તારોમાં ચિનુક ભારે મદદરૂપ થઈ શકશે. ચિનુક દ્વારા 155-મિલિમીટરની હૉવિત્ઝર તોપનું પરિવહન કરી શકે છે. દુર્ગમ વિસ્તારોમાં ટેકનિકલ કમાન્ડર્સને આર્ટિલરી ગન પહોંચાડવામાં પણ ભારતીય સૈન્યને ચિનુક મદદરૂપ થશે. સપ્ટેમ્બર 2015 એ વખતની એનડીએ સરકારે વાયુસેનાની ક્ષમતા વધારવા માટે 3.1 બિલિયન અમેરિકન ડૉલરના ખર્ચે 22 એએચ-64ઈ અપાચે લૉંગબૉ ઍટેક હૅલિકૉપ્ટર અને 15 ચિનુક હેલકૉપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો હતો.