રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડામાં કામ કરતું નેપાળી દંપતી 12 તોલા સોનુ અને રોકડા રૂ. 3 લાખ લઈ ફરાર થઈ ગયું છે. ઘરઘાટી તરીકે કામ કરતા પતિ-પત્ની બાળકોને લઈ નેપાળ જતા રહ્યાં છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી દંપતીને ઝડપવા તજવીજ શરૂ કરી છે.
