યુપીમાં હિંસક પ્રદર્શનમાં 11ના મોત, 10000 લોકો સામે પોલીસ કેસ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નાગરિકતા સંશોધન એક્ટ સામે યુપીમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ચુક્યા છે.બીજી તરફ 10000 લોકો સામે પોલીસે હિંસા ફેલાવવા બદલ ફરિયાદો કરી છે.

લખનૌમાં ઈન્ટરનેટ સેવાઓ ફરી શરુ કરાઈ છે.ગઈકાલે પોલીસે 3000 લોકની અટકાયત કરી હતી.જોરે રાજ્યના 21 જિલ્લાઓમાં શનિવારે મધરાત સુદી ઈન્ટરનેટ બંધ કરાયુ છે.

યુપી સરકારે તોફાનો કરીને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે વસૂલાત કરવા માટે નોટિસો મોકલવાનુ શરુ કર્યુ છે.દંડની રકમ નહી ચુકવનારાઓની મિલકતો જપ્ત કરવામાં આવશે.દરમિયાન લખનૌમાં હિંસા ફેલાવનારાઓ પૈકીના અડધો ડઝન લોકો પશ્ચિમ બંગાળના માલતાના હોવાનુ બહાર આવ્યુ છે.ઘણા તોફાનીઓ લખનૌ છોડીને ભાગી ગયા છે.લખનૌમાં 218 લોકોની ધરપકડ કરાઈ છે.

ગાઝિયાબાદમાં એકલામાં જ પોલીસે તોફાનો બદલ 3600 લોકો સામે કેસ કર્યો છે.ઉલ્લેખનીય છે કે, શુક્રવારની નમાઝ બાદ યુપીમાં ઠેર ઠેર તોફાનો ભડકી ઉઠ્યા હતા.લખનૌ, કાનપુર, મુઝ્ફફરનગર, હાથરસ, મુરાદાબાદ, બરેલી, આઝમકઢ વગેરે શહેરોમાં લોકો હિંસા પર ઉતરી આવ્યા હતા.