MDH મસાલાના શોખીનો સાવધાન! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકન રિટેલ માર્કેટમાં એક ડિસ્ટ્રીબ્યૂટરને પોતાની દુકાનમાં MDH મસાલાના ત્રણ લોટને સંપૂર્ણ રીતે હટાવવા પડ્યા છે. ખરેખ અમેરિકન ફુડ રેલ્યુલેટરે MDH કંપનીના સાંભર મસાલામાં ‘સાલ્મોનેલા’ નામના બેક્ટેરિયા મળી આવ્યા. યૂએસ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટી (USFDA)એ પોતાના આધિકારિક નિવેદનમાં કહ્યું છે કે, MDHની આ બ્રાન્ડને સર્ટિફાઇડ લેબમાં તપાસ કરી હતી. જે દરમિયાન સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોવાની જાણકારી મળી. તેમણે આગળ કહ્યું કે FDAએ આ મામલે ત્યારે તપાસ કરવાનું શરૂ કર્યું જ્યારે તેમણે જાણકારી મળી કે બજારમાં એવા કેટલાક પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમા સાલ્મોનેલા બેક્ટેરિયા છે. રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, આ બીમારીના શરૂઆતના લક્ષણોમાં ડાયરિયા, પેટમાં મરોડ સહિત 12 થી 72 કલાકમાં ખુબ જ તાવ પણ આવી શકે છે. તમને જણાવી દઇએ કે, પહેલા પણ અમેરિકામાં એમડીએચ મસાલાઓ પર સવાલો ઉદ્ભવી ચૂક્યા છે. અત્યાર સુધી એ વાતની પુષ્ટી થઇ શકી નથી કે, ભારતમાં આ કંપનીના વેચાણ કરવામાં એવેલ પ્રોડક્ટમાં સાલ્મોનેલા બેક્ટેરિયા છે કે નહી.

હવે શું થશે MDH મસાલાનું?

યુ.એસ. ફૂડ રેગ્યુલેટરએ આ વિશે માહિતી આપી નથી કે કંપનીએ પોતે સંજ્ઞાન લેતા પ્રોડક્ટને રિકોલ કરી છે. ઇન્ડિયન એક્સપ્રેસએ પોતાની એક રિપોર્ટમાં કહ્યું છે કે, એમડીએચ કંપનીના આ પ્રોડક્ટ ઉત્તરી કેલિફોર્નિયા સ્થિત રિટેલ સ્ટોરમાં વેચવામાં આવી રહ્યા હતાં

તમને એ પણ જણાવી દઇએ કે, આ કોઇ પ્રથમવાર નછી જ્યારે એમડીએચના મસાલમાં અમેરિકન ફુડ નિયામકે સાલ્મેનેલા બેક્ટેરિયાની હોવાની ફરિયાદ કરી હોય. વર્ષ 2016થી 2016 દરમિયાન લગભગ 20 વખત એમડીએચ મસાલાના પ્રોડક્ટની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવી ચૂક્યો છે.

સાલ્મેનેલાથી ગંભીર બીમારી થવાનો ભય

આ પ્રોડક્ટથી થનારા નુક્સાન વિશે એફડીએ એ પોતાની આધિકારિક સાઇટ પર લખ્યુ કે, સાલ્મોનેલા સંક્રમિત આહાર ખાવાથી લોકોને સાલ્મોનેલોસિસની બીમારી પણ થઇ શકે છે.