ખેડૂતો માટે સરકારનો લાભદાયી નિર્ણય, ખરીફ પાક પર લાગૂ પડશે હવે આ નિયમ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પ્રધાનમંત્રી પાક વિમા યોજના હેઠળ આગામી ખરાફ સિઝન માટે વીમા કંપનીઓ દ્વારા વીમા રકમનું પ્રિમિયમ 40 ટકાથી વધારે ન હોવું જોઈએ. આ પહેલા પાણીની અછત અને સુકા ક્ષેત્રોમાં પ્રિમિયમની રકમ 75 ટકા હતી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે રાજ્યોને આપવામાં આવતી સબસિડી સિમિત કરી દીધી છે, જેને પગલે આનો પૂરો બોઝો રાજ્ય સરકાર પર પડવાની આશંકા છે.

સ્કીમ લાગુ કરવાનો નિર્ણય રાજ્યો પર

હાલમાં જ કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર, ખરીફ સિઝન 2020 માટે કેન્દ્ર સરકાર આ પ્રધાનમંત્રી પાક વિમા યોજના હેઠળ પોતાની સબસીડી ફોર્મ્યૂલાબદ્ધ રીતે સિમીત રાખશે.

ગેર-સિંચાઈ વાળા વિસ્તારોમાં ગ્રોસ પ્રીમિયમ 30 ટકા જ રહેશે. કેબિનેટના આ નિર્ણય બાદ હવે જો કોઈ વીમા કંપની 30 ટકાથી વધારે પ્રિમીયમ માંગે છે તો આ રાજ્યો પર નિર્ભર કરશે કે, તે સ્કિમને લાગુ કરે અથવા નહી.

કેટલું આપવું પડે છે ખેડૂતોએ પ્રિમીયમ

પ્રધાનમંત્રી પાક વિમા યોજનાને કેન્દ્ર સરકાર 2016માં લઈને આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને રવી પાક માટે 1.5 ટકા પ્રિમિયમ, ખરીફ પાક માટે 2 ટકા પ્રિમિયમ અને કેશ ક્રોપ્સ માટે 5 ટકા પ્રિમિયમ આપવું પડે છે. આ સિવાય બાકીનું પ્રિમિયમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ચૂકવણી કરે છે.

ઈન્શ્યોરન્સ કંપનીઓ માટે જરૂરી છે કે, તેમને તે 151 જિલ્લામાં વધારે પ્રિમિયમ મળે, જ્યાં પાણીની અછત હોય છે. જો તેમને વધારે પિરમિયમની ચૂકવણી ન મળે તો સંભવ છે કે, આ ક્ષેત્રોમાં પાક વીમા કરવાનો તેમનો મોહભંગ થઈ જશે.

પ્રિમિયમ પર કેપ લગાવવાથી થશે ફાયદો

પ્રિમિયમ દર પર કેપ લગાવવાથી કેન્દ્ર સરકારે તે રાજ્યો પર પણ ધ્યાન આપવામાં મદદ મળશે, જેમણે જાણકારી આપી છે કે, કેટલાક પાક કેટલાક વિશેષ જિલ્લા માટે શ્રેષ્ઠ નથી. રાજ્યોના આ પગલાથી વિમા કંપનીઓએ ઉચ્ચ પ્રિમિયમ વસૂલ્યું અને ત્યારબાદ ખેડૂતોએ વધારે માત્રામાં ક્લેમ કર્યા.

નીતિઓમાં ફેરફારની જરૂરત હતી

એક વીમા કંપનીએ જણાવ્યું કે, ‘પાણીની ઉપલબ્ધતાના આધાર પર સરકાર પાકને ડાઈવર્સિફાઈ કરી રહી છે. પ્રધાનમંત્રી પાક વિમા યોજના લાગુ થયા બાદ કેટલાક રાજ્યોએ તે જિલ્લાઓમાં પણ પૈડી પાક નોટિફાઈ કર્યા, જ્યાં તેની જરૂરત ન હતી. બદલામાં વીમા કંપનીઓએ પણ 45-47 ટકાના દરથી પ્રિમિયમ વસૂલ્યું. આજ કારણ છે કે, નીતિઓમાં ફેરફાર કરવામાં આવ્યો અને પ્રિમિયમની રકમને કેપ કરવામાં આવી.’

કેન્દ્ર સરકાર પર હતું દબાણ

કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર, અન્ય પાકની વાત કરીએ તો, સરકાર લોન લેનારા ખેડૂતોના સહાય રૂપથી એનરોલમેન્ટ પણ કરી રહી છે અને સાથે જ કોન્ટ્રાક્ટ અવધીને 1 વર્ષથી વધારી 3 વર્ષ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર દ્વારા આ સ્કિમ લાગૂ ન કરવાના નિર્ણય બાદ કેન્દ્ર સરકા પર દબાણ વધી ગયું હતું કે, તે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ફેરફાર કરે.