પાડોશી દેશ ચીને એકવાર ફરીથી આતંકી મૌલાના મસૂદ અઝહરની સાથે થઇ ગયું છે. UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)ની બેઠકમાં ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને ભારતના પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે, ત્યારબાદ ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતની સાથે અમેરિકા પણ આવી ગયું છે. અમેરિકાની તરફથી UNSCમાં કડક નિવેદન આપ્યું કે, જો ચીન સતત આ પ્રકારની અડચણ બનતું રહ્યું, તો જવાબદાર દેશોને કોઇ અન્ય પગલાં ઉઠાવવા પડશે.

