ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટીસ તરીકે જસ્ટીસ વિક્રમનાથે શપથ લીધા છે. ગાંધીનગરના રાજભવન ખાતે શપથવિધિ સમારોહ દરમિયાન હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના જજ પણ હાજર રહ્યા હતા. જસ્ટીસ વિક્રમ નાથે 1986માં કાયદાની ડિગ્રી મેળવી હતી અને 1987માં અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલાતની શરૂઆત કરી હતી. તેઓની 2004માં અલ્હાબાદ HCના અધિક ન્યાયધીશ તરીકે નિમણૂંક થઈ હતી. 2006માં તેઓ અલ્હાબાદ હાઇકોર્ટના સ્થાયી ન્યાયધીશ બન્યા હતા. 22 ઓગસ્ટના રોજ ગુજરાતના ચીફ જસ્ટિસ તરીકે તેમના નામની ભલામણ થઈ હતી.

