રાજકોટમાં ફરજીયાત હેલ્મેટ પહેરવાના નિર્ણયનો વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ

ગુજરાત

ટ્રાફિકના નવા નિયમો સામે રાજકોટના વેપારી આલમે મોરચો માંડ્યો છે. રાજકોટમાં વેપારીઓ દ્વારા ફરજીયાત હેલ્મેટ પહેરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યોં છે. શહેરના જંકશન વિસ્તારમાં વેપારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા અને તેમણે હેલ્મેટના કાયદા વિરૂદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા. હેલ્મેટની જરૂરિયાત શહેરી વિસ્તારોમાં ન હોવાનો મત વેપારીઓ વ્યક્ત કર્યો. વેપારીઓએ જણાવ્યું કે શહેરના રોડ-રસ્તાઓ ખરાબ છે. સરકાર પહેલા તેમનું રિપેરિંગ કરે. વેપારીઓએ જણાવ્યું કે હેલ્મેટ પહેરી ગુન્હેગારો પોતાની ઓળખ પણ છુપાવી શકે છે. વેપારીઓએ આવતીકાલથી દરરોજ વિવિધ પ્રકારે વિરોધ વ્યક્ત કરવાની ચિમકી ઉચ્ચારી છે. શહેરના કુલ 400થી વધુ વેપારીઓ અને અનેક વેપારી સંગઠનોનું સમર્થન હોવાની વાત વેપારીઓએ કરી છે.