કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષ ગંગવારે વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, દેશમાં રોજગારીની કોઈ કમી નથી પરંતુ ઉત્તર ભારતના લોકોમાં પુરતા પ્રમાણમાં યોગ્યતા નથી. આ પ્રકારનું નિવેદન નોકરી માટે ભરતી કરતા અધિકારી આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે, મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં કામ કર્યા છે. સરકારે મુદ્રા યોજનાથી અનેક નાના વેપારીએને સહાય કરી છે. વિવિધ યોજના દ્વારા દેશમાં સરકારે રોજગારીના અવસર પેદા કર્યા છે. ગંગવારે આ પ્રકારનું નિવેદન ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આપ્યુ. તેઓ પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકારના ૧૦૦ દિવસના કામનો હિસાબ આપી રહ્યા હતા.
