સાંઇ જન્મસ્થળ વિવાદ ઉકેલાયો, પાથરીને 100 કરોડ રુપિયાનું ફંડ, સીએમએ બધી શરતો સ્વીકારી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

સાંઇ જન્મસ્થળ વિવાદનો ઉકેલ આવી ગયો છે. સોમવારે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિરડી વિવાદ પર મહત્વની બેઠક બોલાવી હતી, જેમાં શિરડી અને પાથરી ગ્રામસભા, સાંઇબાબા મંદિર ટ્રસ્ટના સીઇઓ સામેલ થયા હતા. મંત્રણા બેઠક દરમિયાન સીએમએ તેમને આશ્વાસન આપ્યુ હતું કે સાંઇબાબા જન્મસ્થળને લઇને હવે કોઇ વિવાદ થશે નહી.

શિરડીથી શિવસેના નેતા કમલાકરે આ મુદ્દે જણાવ્યું કે શિરડી ધર્મસ્થળ હવે સંતુષ્ટ છે કારણ કે મુખ્યમંત્રીએ તેમની તમામ શરતો માની લીધી છે. આ સિવાય તેમણે જણાવ્યું કે, કોઇપણ ગામના વિકાસ માટે ફંડ આપવામાં તેમને કોઇ વાંધો નથી. જે હેઠળ 100 કરોડ રુપિયાનું વિકાસ નિધિ ફંડ પાથરી ગામને ફાળવવામાં આવશે.

બીજી તરફ શિરડી ધર્મસ્થળે મુખ્યમંત્રી ઠાકરેના આશ્વાસન પર ભરોસો મૂકતા વિવાદનો અંત આણ્યો છે.

સાંઇ જન્મસ્થળ વિવાદને લીધે રવિવારે શિરડી બંધ રહ્યું હતું, પરંતુ ગ્રામસભાએ આ બંધને રવિવાર રાત્રે 12 વાગ્યા પછી રદ કરવાનો નિર્ણય લીધો હતો. ઠાકરેએ નવ જાન્યુઆરીએ ઔરંગાબાદમાં સાંઇબાબા જન્મસ્થળ પાથરી શહેર માટે 100 કરોડ રુપિયા વિકાસ નિધિ ફંડ ફાળવવાની જાહેરાત કરી હતી. તેમના આ નિર્ણયનો શિરડીએ ભારે વિરોધ કર્યો હતો, શિરડીના લોકોનું કહેવું હતું કે, પાથરીને લઇને સરકાર તેનો નિર્ણય પાછો ખેંચવો પડશે નહીંતો તેની વિરુદ્ધમાં અમે કોર્ટના દરવાજા ખખડાવીશું.