ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હવે તો હદ વટાવી દેતાં સુરતમાં રવિવારે રાત્રે એક સભામાં કોંગ્રેસ માટે ‘હરામજાદાઓ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓને સુરત મુકાવી દેવાની પણ ધમકીઓનો ઉચ્ચાર કરતાં વાઘાણીએ ફરી બેફામ વાણીવિલાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ક્લેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીની ઘટના સંદર્ભે વાઘાણીએ કોંગ્રેસને આવી ખુલ્લી ધમકી આપી હતી. જો કે, રાજ્યનું ચૂંટણીપંચ ધૃતરાષ્ટ્રની જેમ ફરી એક વાર આ મામલે મૂકપ્રેક્ષક બની રહ્યું છે અને આવી ગાળાગાળી કરવા બદલ વાઘાણી સામે પગલાં લેવાનું તો દૂર, તેની ક્યાંય નોંધ સુદ્ધા લેવાઈ નથી.

