મોદી સરકારે સ્ટાર્ટ અપ ઈન્ડિયા સહિતની અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેના દ્વારા પોતાનો વ્યાપાર શરૂ કરવા ઈચ્છુકોને ભારે લાભ થાય છે. હવે મામુલી રોકાણમાં સારી એવી આવક ઉભી થઈ શકે તેવા વિકલ્પો ઉભા થયા છે.
કેન્દ્ર સરકાર ચાની કીટલીને પ્રોત્સાહન આપવા માટે દેશના મહત્વના રેલવે સ્ટેશન, બસ ડેપો, એરપોર્ટ અને મોલમાં કુલ્લડવાળી ચા વેચવાનું આયોજન કરી રહી છે. જેથી નજીવુ મુડી રોકાણ કરીને ચાની કીટલી બિઝનેસ શરૂ કરી શકાય છે. કેમ કે, સરકારે આ યોજના પર અમલ કર્યો તો, આગામી સમયમાં કીટલીની જરૂરિયાત મોટી સંખ્યામાં પડશે. આ સાથે જ તમે કુલ્લડ ચા કે પછી ફ્લેવર્ડ દૂધનો બિઝનેસ કરી શકો છો.
આ મામલે રોડ ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર નીતિન ગડકરીએ પહેલ કરી છે. તેમણે રેલવે, રોડવેઝ સહિત અનેક મિનીસ્ટ્રીઝને કીટલીને પ્રોત્સાહન આપવા માટે પ્લાસ્ટિક કે કાગળના કપમાં ચા વેચવા પર પ્રતિબંધની માંગ કરી છે.
કુંભારને પણ મદદ
પીએમ નરેન્દ્ર મોદીએ કુલ્લડીના બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે કુંભાર સશક્તિકરણ યોજના લાગુ કરી છે. આ અંતર્ગત સરકાર કુંભારોને ઈલેક્ટ્રિક ચાકડો આપે છે. જેથી તેઓ કુલ્લડી બનાવી શકે. બાદમાં સરકાર આ કુલ્લડીને સારી કિંમત પર ખરીદી લે છે.
સામાન્ય રોકાણે સારી એવી કમાણી
કિટલીનો આ બિઝનેસને માત્ર 5000 રૂપિયામાં શરૂ થઈ શકે છે. તેના માટે માત્ર થોડી જગ્યાની જરૂર પડશે. ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું કે, આ વર્ષે સરકારે 25 હજાર ઈલેક્ટ્રિક ચાકડો ડિસ્ટ્રીબ્યુટ કરવાનું લક્ષ્યાંક બનાવ્યું છે.
કેટલી કમાણી?
ચાની કીટલીની કિંમત સામાન્ય રીતે 500 રૂપિયા, કુલ્લડીની કિંમત 150 રૂપિયાનો 100 નંગ, પ્યાલી 100 રૂપિયાના 100ના ભાવે મળે છે. હવે મોદી સરકારની યોજના બાદ તેની માંગણી વધશે અને સારી એવી ક કમાણી થઈ શકે છે.
ચાની કીટલી
કુલ્લડીના સપ્લાય સાથે તમે કુલ્લડ ચા કે પછી દૂધનો બિઝનેસ પણ કરી શકો છો. આ બિઝનેસ પણ 5 હજાર રૂપિયાથી શરૂ થાય છે. કુલ્લડ ચારની શહેરોમાં કિંમત 15થી 20 રૂપિયા છે. કુલ્લડ ચાના બિઝનેસમાં પણ 1 દિવસમાં 1000 રૂપિયાની આસપાસ બચત થાય છે. કુલ્લડીમાં 200 મિલીલીટર દૂધની કિંમત 20થી 30 રૂપિયા સુધી છે. 1 લિટર દૂધ વેચવા પર ઓછામાં ઓછો 30 રૂપિયાનો ફાયદો થશે. એક દિવસમાં 500 લિટર દૂધ વેચવા પર એક દિવસમાં 1500 રૂપિયાની આસપાસ નફો થઈ શકે છે.