મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાફલા પર એક મહિલા દ્વારા સહી ફેંકવાની ઘટના બહાર આવી છે. આ ઘટના અહમદનગરની છે, જ્યાં સીએમનો કાફલો પસાર થઇ રહ્યો હતો અને સ્થાનિક મહિલાએ તેની પર સહી ફેંકી તેનો વિરોધ કર્યો હતો.
જો કે દેશના રાજકારણમાં આવુ પહેલીવાર નથી બન્યું, આ પહેલા 2014ની ચૂંટણીમાં વારાણસી લોકસભા બેઠકથી અરવિંદ કેજરીવાલે ઉમેદવારી નોંધાવી હતી. પ્રચારના ચાર મહિના દરમિયાન તેમની પર બે વાર હુમલા થયા હતા. કેટલાક અજાણ્યા લોકોએ તેમના કાફલા પર સહી ફેંકી હતી. આ સમયે કેજરીવાલ ખુલ્લી જીપમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા.
આ સિવાય 2017માં દિલ્હી સીએમે ઓડ-ઇવન ફોર્મુલાની સફળચતા પર દિલ્હી છત્રસાલ સ્ટેડિયમમાં લોકોને અકત્રિત કર્યા હતા. જે દરમિયાન એક મહિલાએ તેમની પર સહી ફેંકી હતી.

