નાણામંત્રી દ્વારા Ola અને Uber જેવી કેબ સર્વિસિસને ઓટોમાં મંદી માટે જવાબદાર ઠેરાવ્યા પછી કેન્દ્ર સરકાર તેમના ભાડા વધારવાની માંગને મંજૂરી આપી શકે છે. તાજેતરના મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર કેબ એગ્રીગેટર ( Cab Aggregators)કંપનીઓની ભાડામાં ત્રણ ગણો વધારો કરવાની માંગને મંજૂરી આપે તેવી સંભાવનાઓ છે. Ola और Uber જેવી કંપનીઓએ ડિમાન્ડ અને સપ્લાયને રેગ્યુલર કરવા માટે સર્જ પ્રાઇસિંગ (Surge Pricing)ના પક્ષમાં માંગ કરી હતી.
નવા નિયમ મુજબ સરકાર Surge Pricing મુદ્દે નિર્ણય લેશે કે કંપનીઓ કેટલી હદ સુધી ભાડામાં વધારો કરી શકે છે. કંપનીઓના પ્રસ્તાવમાં New Motor Vehicle act પણ મહત્વનો ભાગ બની રહેશે અને પહેલી વાર Cab Aggregatorsને Digital Intermediaries અથવા માર્કેટપ્લેસ તરીકે માનવામાં આવશે.
રિપોર્ટ મુજબ ભાડા વધારાનો નવો નિયમ સમગ્ર દેશમાં લાગૂ થશે, પરંતુ રાજ્ય સરકારોને સ્પષ્ટતા આપી આ નિયમમાં ફેરફાર કરવાની છૂટછાટ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગ્રાહકો પહેલાથી જ કેબના ભાડા વધારાને કારણે હેરાન છે એવામાં નવા ટ્રાફિક નિયમ અને કેબ સર્વિસિ આપતી કંપનીઓની માંગને મંજૂરી આપવાનો સરકારનો નિર્ણય પ્રજાને ઝટકો આપી શકે છે.

