મોદી શહીદોના નામે વોટ માગે છે

ફિલ્મ જગત

લાતુરની જનસભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમારો પ્રથમ મત બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરનારા વીર જવાનો માટે સમર્પિત થઇ શકે છે. તમારો પહેલો મત પુલવામામાં શહીદ થયેલા જવાનોના નામ પર હોઇ શકે છે. હું પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને કહેવા માગું છું કે તમે 18 વર્ષના થઇ ગયા છો અને તમે તમારો પ્રથમ મત દેશ માટે આપો. દેશને મજબૂત બનાવવા માટે આપો, એક મજબૂત સરકાર બનાવવા માટે આપો.

આ જ ભાષણ પર નિશાન સાધતા વિશાલે વડાપ્રધાન મોદીના ભાષણનો વીડિયો શેર કરી લખ્યું કે તેમણે હમણાં જ પુલવામા કહ્યું? શું તેઓએ નથી કહ્યું કે શહીદ સૈનિકોનાં નામ પર કોઈ રાજકારણ ન થવું જોઈએ? તો હવે? સાથે ફર્સ્ટ ટાઇમ વોટર્સને પૂછવામાં આવે કે 350 કિલોગ્રામ વિસ્ફોટક કેવી રીતે એક હાઇ સિક્યુરિટી એરિયામાં આવ્યા છે. એક સિવિલિયન કાર કેવી રીતે એક ઉચ્ચ સુરક્ષા કાફલામાં શામેલ થઇ?

વિશાલ દાદલાણી ઘણી વખત ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ તમામ બાબતો પર પોતાનો અભિપ્રાય આપે છે. દાદલાણીની આ ટ્વીટ પણ વાયરલ થઇ રહી છે. ઉપરાંત લોકસભા ચૂંટણી દરમિયાન બોલીવુડ કલાકારોએ પણ મોદી સામે પ્રશ્નો ઉભા કર્યા છે. તાજેતરમાં જ બોલીવુડ એક્ટર નસીરુદ્દીન શાહ સહિત થિયેટર અને આર્ટથી જોડાયેલી 600થી વધુ હસ્તીઓએ પણ ભાજપને મત ન આપવા અપીલ કરી હતી. બધાએ એક પત્રમાં કહ્યું – ” મત આપી ભાજપ અને તેના સાથીઓને સત્તાથી બહાર કાઢો. ”