મોદીને વોટ મતલબ પાકિસ્તાનને વોટ: ઇમરાન ખાનના નિવેદન બાદ કોંગ્રેસના પ્રહાર

મુખ્ય સમાચાર રાજકીય

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના એક નિવેદનને લઇને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર હુમલો કર્યો અને આરોપ મૂક્યો કે પાકિસ્તાને મોદી સાથે અધિકૃત રીતે જોડાણ કરી લીધું છે એટલા માટે આ ચૂંટણીમાં મોદીને વોટ આપવાનો મતલબ પાકિસ્તાનને વોટ આપ્યો ગણાશે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે ‘પાકિસ્તાને મોદી સાથે અધિકૃત રીતે જોડાણ કરી લીધું છે. મોદીને વોટનો મતલબ છે પાકિસ્તાનને વોટ.’ રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે ‘મોદીજી, પહેલા નવાઝ શરીફ સાથે પ્યાર અને હવે ઇમરાન ખાન તમારો યાર! ઢોલની પોલ ખુલી ગઇ છે.’

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાને કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી જીતવાની સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તાની સંભાવના વધારે રહેશે.