મોહિત સુરીની નવી ફિલ્મમાં આદિત્યની સામે દિશા પટની ડાન્સરનો રોલ પ્લે કરશે

ફિલ્મ જગત

બોલિવૂડ ડેસ્ક: જાણવા મળી રહ્યું છે કે, દિશા પટની મોહિત સુરીની એક ફિલ્મ સાઈન કરી છે જેમાં તે આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે. આ વર્ષે ફ્લોર પર જનારી આ ફિલ્મમાં દિશા ડાન્સરના રોલમાં દેખાશે. રિપોર્ટ્સ મુજબ, ફિલ્મની વાર્તા ગોવામાં સેટ હશે. ફિલ્મ શરૂ કરતા પહેલાં દિશા ડાન્સ ટ્રેનિંગ લેશે. આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ હશે જેમાં દિશાની ભૂમિકા ઇન્ટરેસ્ટિંગ હશે. આ ફિલ્મને લવ રંજન પ્રોડ્યૂસ કરશે.

મોહિત અને આદિત્ય અગાઉ આશિકી 2માં કામ કર્યું 
મોહિત સુરી પોતાના આ નવા પ્રોજેક્ટ પર આદિત્ય સાથે કામ કરવા ઘણા સમયથી ઉત્સુક હતો. અગાઉ આ ડ્યુઓ આશિકી 2 ફિલ્મમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે.