શ્રીલંકામાં ઈસ્ટરની ઉજવણી વખતે કોલંબોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ, 160ના મોત અને 350 ઘાયલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

શ્રીલંકામાં ઈસ્ટરની ઉજવણી દરમ્યાન રાજધાની કોલંબોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા. જેમા 160ના મોત અને 350 જેટલા લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટમાં મૃત્યુઆંક વધવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. આ બોમ્બ વિસ્ફટ કોલંબો શહેરના અલગ-અલગ ચાર ચર્ચ અને બે હોટલમાં થયો. ચર્ચમાં પ્રાથના ચાલી રહી હતી ત્યારે પ્રચંડ વિસ્ફોટ થયો જેથી ચર્ચનું છાપરૂ પણ ઉડી ગયુ હતુ.

શહેરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટના કારણે અફરાતફરી મચી હતી. મળતા અહેવાલ મુજબ બટ્ટિકલોબા, નૈગોંબો અને કોલંબામાં આવેલા ચર્ચ અને હોટલ શાંગરી લા સહિત કિંગ્સબરીમાં વિસ્ફોટ થયો. જો કે આ વિસ્ફોટ પાછળ કોનો હાથ હતો તે અંગે હજી સુધીમાં કોઈપણ પ્રકારના અહેવાલ પ્રાપ્ત થયા નથી.