કોંગ્રેસના ધારાસભ્યે કહ્યું,સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવો,અત્યાર સુધી 14 રાજીનામાં પડ્યા

મુખ્ય સમાચાર રાજકીય

કર્ણાટકની કોંગ્રેસ જેડીએસ સરકાર ગઠબંધન સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. અત્યારસુધીમાં 14 ધારાસભ્યોના રાજીનામા પડી ચુક્યા છે. જેડીએસ નેતા એચ વિશ્વનાથે કહ્યું કે અત્યાર સુધીમાં સરકાર સાથે જોડાયેલા 14 ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે. અને રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી છે. અમે સ્પીકરને પણ લેખિતમાં જાણ કરી છે કે અમારા રાજીનામાનો સ્વીકાર કરવામાં આવે. ગઠબંધનની આ સરકાર કર્ણાટકના લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી રહી નથી.

કોંગ્રેસ ધારાસભ્યોએ નવો દાવ રમવાની સાથે જ માંગ કરી છે કે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે.લાંબા સમયથી કોંગ્રેસના ધારાસભ્યો આ માંગ કરી રહ્યા હતા જે આજે તેમણે ખોલીને વાત કરી દીધી છે. વિશ્વનાથે કહ્યું, અમે રાજીનામા કર્ણાટકના સ્પીકરને સોંપી દીધા છે. મંગળવારના રોજ તેઓ આ અંગે નિર્ણય લેશે. આ સરકાર પોતાના કામકાજમાં કોઈ ભરોસો લઇ શકતી નથી જેથી અમે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. શનિવારના રોજ કોંગ્રેસ અને જેડીએસના નારાજ ધારાસભ્યોએ રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી હતી.

વિશ્વનાથને જણાવ્યું,-અમે રાજીનામુ અમારા મનથી આપ્યું છે, અમે કોઈ “મિશન કમળ’હેઠળ રાજીનામુ આપ્યું નથી કે આવા કોઈ મિશનમાં અમે જોડાયેલા નથી. આ પહેલા કોંગ્રેસ અને જેડીએસ તરફથી આરોપ લગતા રહ્યા છે કે ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ઓપરેશન લોટસ ચાલવી રહી છે અને ધારાસભ્યોને રૂપિયાના બળે ખરીદી રહી છે. ભાજપના નેતા સતત કહી રહ્યા છે કે ભાજપને આવું કરવાની કઈ જરૂર નથી કારણકે સરકાર પોતે પોતાના જ લોકોના કારણે પડી જશે.

કર્ણાટક વિધાનસભામાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે અને ભાજપ 104 સીટો ધરાવે છે.કોંગ્રેસ પાસે 79 ધારાસભ્ય છે. જેડીએસ સાથે મળીને કોંગ્રેસે સરકાર બનાવી હતી ત્યારથી મંદીને વિવાદોમાં ઘેરાયેલી હતી