સુપ્રીમ કોર્ટે રામ મંદિર પર આપેલા ચુકાદામાં વિવાદીત જમીન રામ મંદિર માટે આપવાની સાથે સાથે યુપી સરકારને અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન આપવાનુ કહ્યુ છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે અયોધ્યાના એક હિન્દુ રાજનારાયણ દાસે પોતાની પાંચ એકર જમીન મસ્જિદ બનાવવા માટે ઓફર કરી છે.તેમનુ કહેવુ છે કે,હું પાંચ એકર જમીન આપવા માટે તૈયાર છું.
તેમના કહેવા પ્રમાણે અયોધ્યાની નજીકમાં સારંગાપુર રોડ પર મારી પાંચ એકર જમીન જો મસ્જિદ માટે જોઈતી હોય તો આપી શકું છે.આ માટે હું બહુ જલ્દી કલેક્ટરને પણ મમલીને રજૂઆત કરવાન છું.
તેઓ ઈચ્છે છે કે, સરકાર જમીન લઈને વકફ બોર્ડને આપી દે.જેથી વકફ બોર્ડ તેના પર જમીન બનાવી શકે.
દરમિયાન અયોધ્યાના તંત્રે પણ મસ્જિદ માટે પાંચ એકર જમીન પસંદ કરવા માટેની કવાયત શરુ કરી દીધી છે.અયોધ્યાની આસપાસના પાંચ વિસ્તારોમાં સરકારી જમીનની વિગતો તંત્ર દ્વારા મંગાવાઈ છે.