બોડેલી થી સુરત ઓવરલોડ રેતીની ટ્રકો ભરી રેતી માફિયાએ બે ફામ દોડી રહયા છે. ત્યારે નર્મદા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કચેરી સામે અનેક પ્રશ્ન ઉભા થતા હતા. જેની હાલ ખાણ ખનીજ વિભાગની કચેરી દ્વારા ચેકીંગ હાથ ધરાતા ગરુડેશ્વર થી રાજપીપલા આવતી ટ્રકો ને ઝડપી પાડી, 4 ટ્રકો ઓવરલોડ ટ્રકો હતી.જે ને કેવડિયા પોલીસ સ્ટેશન માં મુકવામાં આવી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા આ 4 ટ્રકોને 9.50 લાખ જેટલો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લામાંથી રોજની મોટી સંખ્યામાં રેતીની ટ્રકો પસાર થાય છે. RTO નર્મદા કામગીરી કરે છે. પણ ખાણ ખનીજ વિભાગ આ બાબતે કોઈ પગલાંના ભરતા રેતી માફિયાઓને છૂટો દોર મળી ગયો હતો. મહત્વનો જિલ્લો છતાં નર્મદા જિલ્લામાં રેગ્યુલર ખાણ ખનીજ અધિકારી મુકતા નથી અને ઇન્ચાર્જ માં ગાડું હાલે છે. જેને કારણે અહીંયા ખનિજવિભાગની કામગીરી જણાતી નથી તાજેતરમાં ખાણ ખનીજ વિભાગે 4 ઓવરલોડ ટ્રકો ઝડપી 9.50 લાખ નો દંડ ફટકાર્યો છે.

