ચ્છના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન જ્યંતી ભાનુશાલીના હત્યાકેસના મુખ્ય આરોપી છબીલદાસ પટેલને આજે ભચાઉ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને ગળપાદર જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. જ્યંતી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની ધરપકડ થયા બાદ તેના 10 દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. બાદમાં સીટ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરતા ભચાઉ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને ભચાઉ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં કાર્યવાહી પૂરી થયા બાદ પૂર્વ ક્ચ્છ ગાંધીધામની મુખ્ય ગળપાદર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
