ટ્રમ્પે કહ્યું- 2 સપ્તાહમાં સંક્રમણથી મોતનો આંકડો ચરમ સીમાએ પહોંચી શકે છે; વ્હાઈટહાઉસે 2 લાખ લોકો સંક્રમતિ હોવાનું અનુમાન કર્યું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકામાં કોરોનાવાઈરસના પગલે સ્થિતિ બગડી રહી છે. છેલ્લા 24 કલાકમાં 518 લોકોના મોત થઈ ગયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે વ્હાઈટ હાઉસમાં બ્રીફિંગ દરમિયાન કહ્યું કે અગામી સપ્તાહમાં મોતોનો આંકડો મોટા પ્રમાણમાં વધશે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગની તારીખ પણ 30 એપ્રિલ સુધી વધારવામાં આવી છે. ટ્રમ્પ મંગળવારે કોરોનાને લઈને સરકારની યોજનાઓ-રણનીતી જાણાવી શકે છે અને કેટલીક મહત્વની જાહેરાતો પણ કરી શકે છે. વ્હાઈટહાઉસે દેશમાં 2 લાખ લોકો સંક્રમિત હોવાનું અનુમાન કર્યું છે.

ટ્રમ્પના જણાવ્યા મુજબ, 12 એપ્રિલે ઈસ્ટર છે. ખ્રિસ્તીઓનો આ મોટો તહેવાર છે. ત્યાં સુધી અમેરિકામાં મરનારની સંખ્યા પીક પર પહોંચી ગઈ હશે. જોકે મને આશા છે કે તેમાં ઝડપી ઘટાડો આવશે.

લોકો ગાઈડલાઈન્સનું પાલન કરે

ટ્રમ્પે કહ્યું કે સૌથી જરૂરી છે કે દરેક વ્યક્તિ ગાઈડલાઈન્સનું પાલન કરે. આશા છે કે અમે જૂન સુધીમાં રિકવરી કરવા લાગીશું. ટ્રમ્પે પહેલા ઈસ્ટર સુધીમાં સ્થિતિમાં સામન્ય હોવાની વાત કહી હતી. રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું કે સંક્રમણ ફેલાતું અટકાવવું જરૂરી છે, આ કારણે સોશિયલ ડિસ્ટન્સિંગની સમયસીમા 30 એપ્રિલ સુધી વધારવામાં આવશે. કોરોનાના 1 લાખ 42 હજારથી વધુ મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, 2400થી વધુ મોત થઈ ચુક્યા છે.