અમેરિકા પહોંચવા પર એક તરફ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો બીજી તરફ પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાનની બેઇજ્જતી થઈ. પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાન સાઉદી અરબનાં વિમાનથી ન્યૂયૉર્ક પહોંચ્યા તો તેમના સ્વાગત માટે કોઈ મોટા અમેરિકી અધિકારી હાજર નહોતા રહ્યા. પાકિસ્તાને શરમજનક સ્થિતિનો સામનો ત્યારે કરવો પડ્યો, જ્યારે ઇમરાનની આગળ રેડ કાર્પેટ પણ લગભગ એક ફૂટનો જ પાથરવામાં આવ્યો.
બીજી તરફ પીએમ મોદીનું હ્યૂસ્ટન પહોંચવા પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. તેમનું રેડ કાર્પેટ વેલકમ થયું અને અમેરિકી અધિકારીઓ પણ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. આ જોઇને પાકિસ્તાનનાં રેલ મંત્રી ભડકી ઉઠ્યા. પાકિસ્તાની મંત્રી અમેરિકામાં મોદીનાં ભવ્ય સ્વાગત અને પાકિસ્તાનની પ્રધાનમંત્રી ઇમરાન ખાનની અવગણના થતા ભડકી ઉઠ્યા હતા. કાશ્મીર મુદ્દે અમેરિકાને ભારતની સાથે આવતુ જોઇને પાકિસ્તાનનાં રેલ મંત્રી શેખ રશીદે કહ્યું, ‘કાશ્મીરનાં મુદ્દે અમેરિકા પર ભરોસો ના કરી શકાય.” રાશીદે આ મામલે એકમાત્ર ચીનને નજીકનું દોસ્ત ગણાવ્યું.

