અરબ સાગરમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે ગુજરાત સહિત પશ્ચિમ ભારતના દરિયા કિનારાઓ પર એલર્ટ છે ત્યારે સાયક્લોન ‘વાયુ’થી બચવા ચીનના 10 જહાજોએ ભારતની શરણ લીધી છે. મહારાષ્ટ્રના રત્નાગિરી બંદર પર આ જહાજને શરણ આપી છે. ઇન્સપેક્ટર જનરલ ઓફ ઇન્ડિયન કોસ્ટગાર્ડ કે.આર.સુરેશે જણાવ્યું કે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ તેમને સિક્યોરિટી સર્કલ હેઠળ તેમને ત્યાં રહેવાની મંજુરી આપી છે.
હવામાન વિભાગ પ્રમાણે અરબ સાગરમાં લો-પ્રેશરના કારણે ચક્રાવાત ‘વાયુ’ ગુજરાતના દરિયાકિનારે 13 જુને પહોંચી શકે છે. આગામી 24 કલાકમાં વાયુ વધુ ઝડપી બની શકે છે. ભારતીય વાયુસેનાનું એક વિમાન ‘વાયુ’થી પ્રભાવિત લોકોની મદદ માટે નવી દિલ્હીથી વિજયવાડા જઇ રહ્યું છે.

