ચીનમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 900 કરતા વધારે લોકોના મોત થયા છે જ્યારે 40 હજાર કરતાં વધારે લોકોમાં તેનો ચેપ લાગ્યો છે. બ્લુમબર્ગના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે આગામી કેટલાક સપ્તાહમાં ચીનના સૌથી વધારે પ્રભાવિત શહેર વુહાનમાં કોરોના વાઈરસના સંક્રમણનો પાંચ લાખ લોકો ભોગ બની શકે છે.
વર્ષ 2002-03માં આવેલા સાર્સ વાયરસની તુલનામાં કોરોનાથી સૌથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેને લીધે 23 જાન્યુઆરીથી હુબેઈ પ્રાંતના વુહાન શહેરના લોકડાઉન કરવામાં આવ્યું છે. આ શહેરમાં 1.1 કરોડ લોકો તેમના ઘરોમાં કેદ છે. લંડન સ્કૂલ ઓપ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનએ દરરોજ સંક્રમિત થતા લોકોના આંકડાનો અભ્યાસ કર્યો છે. એટલું જ નહીં કોરોના વાઈરસના ફેલાવાની પદ્ધતિનું પણ અધ્યયન કર્યું છે.
સંક્રમિત રોગની મહામારીની તુલનામાં કોરોનાથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.
સંક્રમક રોગોની મહામારી વિજ્ઞાનના પ્રોફેસર એડમ કુચાર્સ્કીએ રવિવારે કહ્યું હતું કે સંક્રમણની અત્યારની સ્થિતિ જોતા ફેબ્રુઆરીના અંત સુધી વુહાનમાં અસરગ્રસ્ત લોકોની મોટા પ્રમાણમાં સંખ્યા વધી શકે છે. તેમણે કહ્યું કે સંક્રમણની અસર આ પ્રકારે રહેશે તો વુહાનની 5 ટકા પ્રજા તેનો શિકાર બનશે. એટલે કે 1.1 કરોડની વસ્તી પૈકી 5 લાખ લોકો તેની અસર ધરાવી શકે છે.
હુબેઈમાં 6 કરોડ લોકો ઘરોમાં કેદ
ચીનના આરોગ્ય અધિકારીઓ ઉપરાંત સમગ્ર વિશ્વ જાણવા માંગે છે કે સૌથી વધારે અસરગ્રસ્ત હુબેઈ પ્રાંતના વુહાન અને તેની આજુબાજુના શહેરોમાં કોરોના વાઈરસને લીધે થનારા ન્યુમોનિયાથી બચવા માટે શું ઉપાય કરવામાં આવી રહ્યા છે. હુબેઈ પ્રાંતમાં આશરે 6 કરોડ લોકો તેમના ઘરોમાં કેદ છે.

