વિરાટ કોહલી સૌથી વધુ કમાણી કરતા ભારતીય ખેલાડી, કેટલું કમાય છે?

ખેલ-જગત

‘લાઇવમિન્ટ’ના અહેવાલ મુજબ વિરાટ કોહલી ભારતના એકમાત્ર એવા ખેલાડી છે જેઓ સૌથી વધુ કમાણી કરે છે. તેમનું નામ ફોર્બ્સ 2019ની યાદીમાં સામેલ કરાયું છે. દુનિયાના ટૉપ 100 ઍથ્લીટની યાદીમાં વિરાટ કોહલી અંતિમ સ્થાન પર છે.

ફોર્બ્સ મુજબ વિરાટ કોહલી 21 મિલિયન ડૉલર (અંદાજે 146.28 કરોડ રૂપિયા) ઍડવર્ટાઇઝમૅન્ટમાંથી અને ચાર મિલિયન ડૉલર (અંદાજે 27.86 કરોડ રૂપિયા) વેતન પેટે કમાય છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વિરાટ કોહલી 83માં સ્થાને હતા. આ યાદીમાં સર્વોચ્ચ સ્થાન પર ફૂટબૉલર લિયોનેલ મેસ્સી છે, જેઓ વાર્ષિક 127 મિલિયન ડૉલર (અંદાજે 884 કરોડ રૂપિયા)ની કમાણી કરે છે.