કોરોના વાઈરસના નિવેડા માટે દેશમાં લાગુ 21 દિવસના લોકડાઉન આગળ નહીં વધે. એવા ઘણા રિપોર્ટ આવ્યા હતા કે સરકાર લોકડાઉનને 90 દિવસ સુધી વધારી શકે છે. સોમવારે કેન્દ્રીય ગૃહ સતિવ રાજીવ ગૌબાએ આ રિપોર્ટસને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, હાલ લોકડાઉનને 14 એપ્રિલથી વધારવાની કોઈ યોજના નથી. આ પહેલા કેન્દ્રએ રવિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સખતાઈથી લોકડાઉન લાગુ કરવાના આદેશ આપ્યા હતા. જેમાં ચૂક થશે તો જિલ્લામાંથી ડીએમ અને એસપી વ્યક્તિગત રીતે જવાબદાર હશે.
લોકડાઉન વચ્ચે ગત દિવસોમાં દિલ્હી, મુંબઈ, સુરત સહિત અન્ય મોટા શહેરોમાંથી રોજ કમાઈને ગુજરાન ચલાવનારા કામદારો હજારોની સંખ્યમાં પગપાળા પોતાના રાજ્યો તરફ જઈ રહ્યા હતા. જેને રોકવા માટે કેન્દ્ર સરકારે કટોકટીના ફંડના નિયમોમાં ફેરફાર કર્યો હતો. ગૃહમંત્રાલયે રાજ્યને લખેલા પત્રમાં કહ્યું કે, તે મજૂરો માટે અસ્થાઈ શિબિર બનાવવા, ખાવા અને મેડિકલ સુવિધા માટે કટોકટી ફંડની રકમ ખર્ચ કરી શકે છે. સાથે જ કહ્યું કે, બોર્ડર પર મજૂરોની મુવમેન્ટને રોકવામાં આવે. આ લોકોને સરહદ પર જ 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવે. મજૂરોની હિઝરત અંગે ચર્ચા કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહના આવાસ પર મંત્રી સમૂહની બેઠક પણ થઈ હતી.
સરકારે કહ્યું-વર્કર્સની બાકીની સેલેરીની ચુકવણી કરો
સરકારે તમામ કંપનીઓ , દુકાન માલિકો અને અન્ય સંસ્થાઓને કહ્યું કે, કોઈ પણ પ્રકારની કપાત વગર તેમના વર્કર્સની બાકીની સેલેરીની ચુકવણી કરવા અને તેમાં પણ કોઈ પ્રકારનું મોડું કરવામાં આવે.રાજ્યોની પોલીસને આદેશ આપવામાં આવ્યા છે કે કોઈ પણ મકાન માકિલ એક મહિના સુધીનું ભાડું ન માંગે, જેથી તે જ્યાં છે ત્યાં જ રહી શકે. રાજ્યોનું કહેવું છે કે રાજ્ય કટોકટી ફંડથી બોર્ડર પર જ મજૂરો માટે ખાવા-પીવા અને સ્ક્રીનિંગ બાદ તેમના ક્વૉરન્ટીનની વ્યવસ્થા કરવામાં આવે
ચૂક થશે તો ડીએમ અનેએસપી જવાબદાર હશે
લોકડાઉન દરમિયાન લોકોની અવર જવર અંગે ગૃહ મંત્રાલયે કહ્યું કે, અમે લોકડાઉનને સખતાઈથી લાગું કરવા માટે 24 કલાક દેખરેખ કરી રહ્યા છીએ. મંત્રાલયે તમામ રાજ્યોને આદેશ આપ્યા છે કે કોઈ પણ રાજ્યની બોર્ડર અથવા હાઈવે પર લોકોની અવર જવર ન થાય. જો આદેશમાં થોડી પણ ચૂક થશે તો તેના માટે જિલ્લાના ડીએમ/ ડેપ્યુટી કમિશનર અને એસએસપી વ્યક્તિગત રીતે જવાબદાર ગણાશે.

