લોકસભામાં કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે નાણા પ્રધાન નિર્મલા સિતારમનની માફી માંગી છે.સંસદમાં નિર્મલાને “નિર્બળા” કહેવાનાં કારણે તેમની ખુબ ટીકા થઇ રહી છે.
અધીર રંજન ચૌધરીએ કહ્યું કે ‘સંસદમાં ચર્ચા દરમિયાન મેં નાણા પ્રધાન નિર્મલા સિતારમનને “નિર્બળા”નાં રૂપમાં સંબોધિત કર્યા હતાં.નિર્મલાજી મારી બહેન જેવી છે, અને હુ તેમના ભાઇ જવો છું જો મારા શબ્દોથી તેમને દુખ પહોચ્યું હોય તો હું માફી માંગુ છું”
સોમવારે લોકસભામાં જીડીપી દર સૌથી નીચો રહેવા પર અને અમેરિકા-ચીન ટ્રેડ વોર પર જ્યારે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પોતાનો પક્ષ રાખ્યો તો ત્યાર બાદ અધીર રંજને તેમને લાચાર પ્રધાન કહ્યા હતાં.
અધિર રંજને કહ્યું કે ‘તમારા માટે સન્માન તો છે પરંતું ક્યારેક-ક્યારેક વિચારૂ છું કે તમને નિર્મલા સીતારમણની જગ્યાએ નિર્બલા સીતારમણ કહેવું ઠીક રહેશે કે નહીં.તમે પ્રધાન પદ પર તો છો,પરંતું જે તમારા મનમાં છે તે તમે કહીં પણ શકો છો કે નહીં’
પુનમ મહાજનનો અધિર રંજનને જવાબ
લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનાં યુવા મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ પુનમ મહાજને પણ કોંગ્રેસનાં નેતા અધિર રંજનને નિશાન બનાવ્યા હતાં.પુનમે મંગળવારે સંસદમાં કહ્યું કે ‘નિર્બળતો તમે છો દાદા કે એક જ પરીવારની મહિલા માટે તમે ઉભા રહ્યા છો.અને તેમની સુરક્ષા અને સન્માન માટે લડી રહ્યા છો’.

