ગેસ કંપની ઈન્ડેનના ગ્રહકોના આધાર ડેટા લીક

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની એલપીજી ગેસ કંપની ઈન્ડેનમાંથી લાખો ડિલરો અને ડિસ્ટ્રીબ્યૂટરોના આધાર કાર્ડની વિગતો લીક થઈ હોવાનું ફ્રેન્ચ સંશોધક બાપ્ટીસ્ટ રોબર્ટે જણાવ્યું હતું. તેણે બ્લોગમાં લખ્યા પ્રમાણે લગભગ ૬૭ લાખ ડિલર્સ અને ડિસ્ટ્રીબ્યુટરના આધાર ડેટા લીક થઈ ગયા હતા. લોકલ ડિલરના પોર્ટલ ઉપર જરૂરી ઓથેન્ટીકેશન નહીં હોવાથી ઈન્ડેનના ગ્રાહકોના આધાર નંબર અને સરનામા લીક થાય છે. તેમ એલ્ડર્સને જણાવ્યું હતું. એલ્ડર્સનને કુલ ૧૧૦૦૦ ડિલરના ડેટા મળ્યા હતા જેમાં ગ્રાહકોની માહિતી અને સરનામા હતા. તેનું આઈપી બ્લોક થતાં પહેલા તેણે ૧૧૦૬૨ ડિલર્સની આઈડીની સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. જેમાં ૯૪૯૦ ડિલર્સના ૫૮,૨૬,૧૧૬ ગ્રાહકોના ડેટાને અસર થયાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રોબર્ટ બાપ્ટીસ્ટે આધાર નંબર લીક થયાની માહિતી આપી હતી. જોકે આ વખતે તેમણે બીજા સિક્યુરિટી રિસર્ચરનો હવાલો આપ્યો છે અને તેની ઓળખ આપી નથી.