મહાત્મા ગાંધી-સરદાર પટેલ જયંતી વચ્ચે 150 કિમીની પદયાત્રા યોજવા ભાજપ સાંસદોને PMનો નિર્દેશ

મુખ્ય સમાચાર રાજકીય

પોતાના મતવિસ્તારમાં ‘પદયાત્રા’ કરવા કહ્યું છે. આ પદયાત્રા દરમિયાન સાંસદોને પ્રત્યેક બૂથના સિનિયર નાગરિકો સાથે વાતચીત અને ગ્રામિણ અર્થવ્યવસ્થા પર મહાત્મા ગાંધીના વિચારોને પ્રચારિત કરવાના રહેશે. આ પદયાત્રા ગાંધી જયંતી 2જી ઓક્ટોબર અને સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી 31 ઓક્ટોબર વચ્ચે યોજવામાં આવશે. આ બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, વડાપ્રધાન પોતાના સંબોધનમાં અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમ ‘ગાંધી 150’નો ઉલ્લેખ કર્યો. આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જયંતી છે. 2જી ઓક્ટોબરથી 31 ઓક્ટોબર વચ્ચે સાંસદોના લોકસભા વિસ્તારમાં 150 કિલોમીટર લાંબી પદયાત્રા કાઢવામાં આવશે. તેમણે જણાવ્યું કે, રાજ્યસભાના સાંસદો વચ્ચે પણ ક્ષેત્રની વહેંચણી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, પદયાત્રા માટે દરેક મતવિસ્તારમાં ઓછામાં ઓછી 15 થી 20 ટીમો બનાવવામાં આવશે. આ ટીમ દરરોજ 15 કિલો મીટરની પદયાત્રા કરશે. સાંસદોને ગાંધીજી, સ્વતંત્રતા સંગ્રામ પર કાર્યક્રમ આયોજીત કરવા અને વૃક્ષારોપણથી અભિયાનની શરૂઆત કરવા માટે કહેવામાં આવ્યું છે.