સૌરાષ્ટ્રના ગણાતા વિઠ્ઠલ રાદડિયા ગઈ કાલે સવારે નિધન થયું છે સ્વર્ગસ્થની અંતિમયાત્રા આવતીકાલે સવારે તેમના જામકંડોરણા ખાતેના નિવાસસ્થાનેથી નીકળવાની છે.
વિઠ્ઠલ રાદડિયા જમીની નેતા હતા તેમની પાસે સમસ્યા લઈને આવતા લોકોનું સમાધાન તેઓ કરતા હતા એટલું જ નહીં જ્યારે જરૂર પડે ત્યારે તેઓ ગમે તેની સાથે પણ ઝઘડી પડતા અચકાતા ન હતા. તેઓ ક્યારેય ખોટું ચલાવતા ન હતા આથી ખોટું કરનાર સામે તેઓને ખૂબ જ ઝડપથી ગુસ્સો આવી જતો હતો તેમની સામે જે કેસ ચાલે છે તે પણ આ પ્રકારના છે.
એટલે કે ખેડૂતોના ખેતરમાં ખોટા બિલો આવ્યા હોય અથવા તો સ્કૂલ કોલેજના કોઈ પ્રશ્નને ડી.ઇ.ઓ કે શિક્ષણ અધિકારી સાથે માથાકૂટ થઇ હોય અથવા તો જિલ્લા કલેક્ટર સાથે કોઈ પ્રશ્ન લઈને સંઘર્ષ થયો હોય તે પ્રકારના કેસો થયા છે.
તેઓની છાપ દબંગ નેતા તરીકેની ચોક્કસથી હતી પરંતુ તેઓએ ક્યારેય ખોટી રીતે દબંગગીરી કરી નથી. ઘણી બાબતોમાં તેઓ અન્ય રાજકીય નેતાઓથી સાવ અલગ પડતા હતા.
તેઓ જ્યાં રહે છે તે જામકંડોરણા ગામમાં માંડ બાર હજાર લોકોની વસતી છે પરંતુ આસપાસના વિસ્તારોના તમામ લોકોના તેઓએ દિલથી કામ કર્યા છે. સૌરાષ્ટ્રના ગામડાઓના લોકોમાં વિઠ્ઠલભાઇ માટે ખૂબ જ આદર છે. તેમને ભગવાનની જેમ માને છે આથી આવતીકાલે વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મશાન યાત્રામાં દોઢથી બે લાખ લોકો જોડાઈ એવી પૂરી શક્યતા છે.

