લોકસભા ચૂંટણી પહેલાં પોતાની માગણીઓ મુદ્દે એસટી બસના પૈડા થંભાવી દેનારા એસટી નિગમના કર્મીઓની માગણી આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ત્રણ મંત્રીઓની કમિટીએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથેની બેઠક બાદ સ્વીકારી છે. એસટીના કર્મીઓને 1 એપ્રિલ 2018ની અસરથી 7મા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. તેમને 300 કરોડનું એરિયર્સ ચૂકવાશે. કર્મીઓને 1 એપ્રિલ 2018ની અસરથી 7મા પગાર પંચનો લાભ મળશે. 300 કરોડનું એરિયર્સ જૂન, ઓગસ્ટ, ઓક્ટોબરમાં હપ્તેથી ચૂકવાશે. પગારપંચનો સમયગાળો 10 વર્ષનો હોય છે, પરંતુ સરકારે આ સમયગાળો આઠ વર્ષ એટલે કે 2026 સુધી માન્ય રાખવાની માગણી સ્વીકારી છે. નિગમના ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર પણ સુધારાશે.

