PM મોદીને સાઉદી અરબ બાદ રશિયા આપશે પોતાનું સર્વોચ્ચ સમ્માન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુવારે રશિયા દ્વારા ‘ઓર્ડર ઓફ ધ સેંટ એન્ડ્રુ ધ પોસ્ટલ’ સમ્માન માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહિત કરવામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે મોદીને આ સમ્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. રશિયન એમ્બેસીના અધિકારીએ આ વિશેની જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે, ‘ઓર્ડર ઓફ ધ સેંટ એન્ડ્રુ ધ પોસ્ટલ’ રશિયાનું સર્વોચ્ચ સરકારી સમ્માન છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીને બંન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહિત કરવામાં ઉત્કૃષ્ટ યોગદાનના સમ્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ વડાપ્રધાન મોદીને UAEનું સર્વોચ્ચ સમ્માન મળ્યું હતું.