રાજસ્થાનના CM ગહલોત પછી મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર પાસે ઘઉંની માંગ કરી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશમાં કોરોનાના સંક્રમણ વચ્ચે ગરીબ અને મજૂરો સામે ખાવાની મુશ્કેલી ઊભી થઈ રહી છે. આવામાં અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓએ કેન્દ્રની મોદી સરકાર પાસે વધારાના ઘઉંની માંગ કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ કેન્દ્ર સરાકાર પાસે ઘઉંની માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ  કેન્દ્ર સરકાર પાસે અનાજ વિતરણ કરવાની સતત માંગ કરી રહ્યા છે.

કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ: ગહલોત
કોરોના મહામારી સામે લડવા માટે તમામ રાજ્ય સરકારે તમામ શક્તિઓને કામે લગાડી છે. લોકડાઉનની વચ્ચે ગરીબ-મજૂરો ઉપર ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે લોકડાઉન દરમિયાન રાશનની વધતી માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારને વધારે ઘઉં આપવાની માંગ કરી છે. તેઓએ કહ્યું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) ઘઉંના ભંડારથી ભરેલું છે.  નવો પાક પણ તૈયાર છે. લોકડાઉનના કારણે રાશનની માંગ વધી ગઈ છે, કારણે કે મોટી સંખ્યામાં પરીવારો જાહેર વિતરણ પ્રણાલીના માધ્યમથી ઘઉં લઈ રહ્યા છે.  તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વધારે ઘઉં આપવાનની માંગ કરી છે, કારણ કે કોઈ ભૂખ્યું ન રહે. આવામાં મને કેન્દ્ર સરકાર પાસેથી સકારાત્મક નિર્ણયની આશા છે. જ્યા સુધી અર્થવ્યવસ્થા પાટા ઉપર ન ચડી જાય ત્યા સુધી રાજ્ય સરકાર જરૂરીયાતમંદોને મદદ કરશે. 

રાશન વિતરણના નિયમો હળવા કરો: ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ કેન્દ્ર સરાકાર પાસે ઘઉંની માંગ કરી છે. ઉદ્ધવે કહ્યું કે 80 ટકા ગરીબોને રાહતની ખાદ્ય સામગ્રી મળી ચૂકી છે. કેન્દ્ર માત્ર ચોખા મફત આપી રહ્યું છે, પરંતું અમે કેન્દ્ર પાસે ઘઉં અને ચોખાની માંગ કરી છે. તેમણે અનાજ વિતરણના નિયમોને પણ સરળ કરવાની માંગ કરી છે. જેમની પાસે રાશન કાર્ડ નથી તેઓને પણ અનાજ આપવામાં આવે તેવી માંગ કરી છે.