રાજ્યમાં આજે કોરોનાના નવા 94 કેસ નોંધાતા આંકડો 2272 પર પહોંચ્યો છે. આણંદ જિલ્લાના પેટલાદમાં સિવિલના ડોક્ટર્સનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. જેથી સિવિલ હોસ્પિટલના પાંચ જેટલા કર્મચારીઓનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ડોક્ટરના રહેણાંક વિસ્તારને સીલ કરાયો છે. આ ઉપરાંત પેટલાદ પાલિકાએ આ વિસ્તારને સેનેટાઈઝ કર્યો છે.
સુરતમાં 17 કેસ , બોટાદમાં વધુ બે કેસ, અમદાવાદમાં 61 નવા કેસ, વડોદરામાં 8 નવા કેસ, રાજકોટમાં એક કેસ પોઝિટીવ આવ્યો છે. હાલમાં 13 લોકો વેન્ટીલેટર પર છે. જ્યારે 2020 લોકોની સ્થિતિ સ્ટેબલ છે.
અમદાવાદમાં 4 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 5 લોકોનાં મોત નીપજ્યા છે. કુલ મોતનો આંકડો 95 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આ વિસ્તારોમાં કેસો નોંધાયા છે જેમાં મુખ્યત્વે રાયપુર, મેઘાણીનગર, ગોમતીપુર, શાહીબાગ, બહેરામપુરા, જમાલપુર, આસ્ટોડિયા, થલતેજ, દાણીલીમડાનો સમાવેશ થાય છે.

