આનંદ વિહાર બોર્ડર પર ઘરે પાછા જવા 17 હજાર લોકો ભેગા થયા, UP સરકારે કહ્યું- આ લોકોને 14 દિવસ કેમ્પમાં રહેવુ પડશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોરોના વાઈરસને પગલે દેશભરમાં 21 દિવસના લોકડાઉનને આજે શનિવારે ચોથો દિવસ છે. પણ દેશની રાજધાનીમાં રહેતા લોકો સામે હવે રોજી કરતા રોટીનું સંકટ ઉભુ થયું છે. આ કારણથી શનિવારે ગાઝીયાબાદમાં યુપી ગેટ બોર્ડર પર ઉત્તર પ્રદેશ પરત જનાર લોકોની મોટી ભીડ એકત્રિત થઈ ગઈ હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસના ગોઠવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ સરકાર સક્રિય છે અને તેમણે બસોની વ્યવસ્થા કરી લોકોને રવાના કરી રહી છે.  આ અંગેના સમાચાર મળતા શનિવારે સાંજે દિલ્હીના આનંદ વિહાર બસ ટર્મિનલ પર ઘરે પરત જવાની વ્યવસ્થાની આશા સાથે હજારોની સંખ્યામાં ભીડ એકત્રિત થઈ ગઈ. બસ ટર્મિનલની બહાર લોકો બસોની રાહ જોતા ઉભા દેખાતા હતા.બીજી બાજુ પોલીસ પણ સતત અપીલ કરતી રહી કે એક બીજાથી અંતર બનાવીને રાખો અને ધીમે ધીમે આગળ વધો. પણ તેમની અપીલની ખાસ અસર જોવા મળી ન હતી.